ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બેઠા પુલ ઉપર બેઠો હતો ત્યારે ત્રણ અજાણ્યા નસેડી શખ્સોએ ઉચકી પુલ નીચે ફેંકી દીધો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો હર્ષ વિજયભાઇ નાનાણી નામનો 18 વર્ષનો યુવાન સાંજના છ એક વાગ્યાના અરસામાં ભગવતપરા બેઠા પુલ પાસે હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ ઉચકી પુલ નીચે ફેંકી દીધો હતો. યુવાનને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં હર્ષ નાનાણી એક ભાઇ એક બહેનમાં નાનો છે.
અને માનસીક બિમારી અને આંચકીની બિમારીમાં સપડાયો છે. પિતાની બટેટાની લારીએ જતો હતો ત્યારે રસ્તામાં ત્રણે અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ઝઘડો કરી પુલ નીચે ફેંકી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
