શાપરમાં યુવાને એસિડ પી લેતા તબીયત લથડી
ટંકારાનાં મિતાણા પ્રભુનગરમા રહેતા યુવાને મિલકત મુદ નાના ભાઇ સાથે ઝઘડો કરતા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાનાં મિતાણા પ્રભુનગરમા રહેતા હેમતભાઇ નાથાભાઇ સોલંકી (ઉ.વ. 4ર ) સાંજના સાડા ચારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે યુવકને ઝેરી અસર થતા રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો . પ્રાથમીક પુછપરછમા હેમત સોલંકીનુ મિલકત મુદે નાના ભાઇ રમેશ સોલંકી સાથે બોલાચાલી થઇ હતી જેથી હેમંત સોલંકીને માઠુ લાગી આવતા ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા શાપરમા આવેલા બુધ્ધનગરમા રહેતા ઋત્વીક જીતુભાઇ પરમાર નામનાં 19 વર્ષનાં યુવાને ર0 દીવસ પુર્વે કોઇ અગમ્ય કારણસર પોતાનાં ઘરે એસીડ પી લીધુ હતુ . યુવકની તબીયત લથડતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
