ચુનારાવાડ ચોક પાસે યુવકને ગાંજો વેચતો હોવાનું કહી છરી બતાવી લૂંટી લીધો

ચુનારાવાડ ચોકમાં ચાર દિવસ પહેલાં બે શખ્સોએ એક યુવાનને તું ગાંજો વેંચે છે તેમ કહી ધમકાવી છરી બતાવી રૂૂ. 6500ની લૂંટ ચલાવી હતી. થોરાળા પોલીસે…

ચુનારાવાડ ચોકમાં ચાર દિવસ પહેલાં બે શખ્સોએ એક યુવાનને તું ગાંજો વેંચે છે તેમ કહી ધમકાવી છરી બતાવી રૂૂ. 6500ની લૂંટ ચલાવી હતી. થોરાળા પોલીસે ગુનો દાખલ કરી બંને શખ્સોને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,લોધિકાના ચિભડા ગામે રહેતો સાવન હેમંતભાઈ ગોહિલ (ઉ.વ.25) દરજી કામ કરે છે. ગઈ તા.10મીએ કામ અર્થે નવાગામ આવ્યો હતો. રાત્રે સાડા દસેક વાગ્યે એક્ટિવા લઈ ચુનારાવાડ ચોક પાસે પાનની દુકાને મસાલો લેવા ઉભો હતો. તે વખતે આરોપીઓ વિશાલ ઉર્ફે કાળીયો માણસુયા અને શુભમ ઉર્ફે શુભલો ત્યાં આવ્યા હતા.

બંનેએ તેને કહ્યું કે, તું અહીં ગાંજાનું વેંચાણ કરશે, તારી એક્ટિવાની ડેકી ખોલ. તેણે ના પાડતાં પાકીટ બતાવવાનું કહ્યું હતું. તેનો પણ ઇન્કાર કરતાં બંનેએ ઝઘડો કરી છરી બતાવી પાકીટ આપવાનું કહ્યું હતું. અન્યથા છરીના ઘા ઝીંકવાની ધમકી આપતાં સાવને પાકીટ આપી દીધું હતું. તેમાંથી બંનેએ રૂૂ. 6,500 કાઢી પાકીટ પરત આપી દીધું હતું.આ બનાવના પગલે સ્થળ પર ટોળા ભેગા થઈ ગયા હતા, જેમાંથી કોઈએ સાવનને બંને શખ્સોના નામ જણાવ્યા હતા. જેના આધારે તેણે થોરાળા પોલીસ મથકમાં જઈ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *