10 હજારના 20 હજાર થશે, તમે માર માર્યો છે તો તને ઠાર મારી નાખશું : ઘેરથી ઉપાડી લેવાની ધમકી આપી
બેડી ચોકડી પાસે ગેરેજમાં લઇ જઇ ધમકી આપી, છેલ્લે યુવાનને ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે ઉતારી દીધો
રાજકોટ શહેરમા મોરબી રોડ પર આશાપુરા પાર્ક રાધેશ્યામ ડેરી વાળી શેરીમા રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા વિજય નાગદાનભાઇ કુંભારવાડીયા (ઉ.વ. 3પ ) નુ તેમના પિતરાઇ ભાઇની નજર સામે રાજન હસુભાઇ બાબરીયા એ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસેથી અપહરણ કરી બેડી ચોકડી પાસે લઇ જઇ રાજને તેમનાં ભાઇ દેવને બોલાવી 10 હજારની ઉઘરાણી સામે 20 હજાર માગી ધમકી આપી બેફામ માર મારતા વિજયે બી ડીવીઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.
વધુ વિગતો મુજબ વિજયભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇ તા. 30 ઓગસ્ટનાં રોજ રાત્રીનાં સમયે બારેક વાગ્યે તે અને તેમનાં કાકાનો દિકરો રાજેશ જીવણભાઇ બંને ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા હતા ત્યારે રાજન બાબરીયા ત્યા આવી પહોચ્યો હતો અને બંનેને રોકી વિજયને કહયુ કે મારા પિતા તારા પાસેથી 10 હજાર રૂપીયા માગે છે તે કયારે આપીન અને આ પૈસા મને અત્યારે આપ તેમ કહેતા વિજયે પોતાની પાસે હાલ પૈસા નથી પરંતુ બાદમા પૈસા આપી દેશે તેમ જણાવ્યુ હતુ અને બાદમા રાજને વિજયને પોતાની ગાડીમા બેસી જવાનુ કહયુ હતુ અને ત્યારબાદ વિજય રાજનની ગાડીમા બેસી જતા રાજન તેનુ અપહરણ કરી બેડી ચોકડી તરફ લઇ જતો હતો અને ગાળો બોલતો કહેતો હતો કે તને બહુ હવા આવી ગઇ છે. તને મીતાણા લઇ જઇ ટાટીયા ભાંગી નાખવા છે.
ત્યારબાદ ડરી ગયેલા વિજયે તુરંત રાજનનાં કાકા બાબુભાઇને કોલ કર્યો હતો અને માથાકુટની જાણ કરી હતી જેથી રાજન ઉશ્કેરાઇ ગયો હતો અને તેનો મોબાઇલ લઇ લીધો હતો . ત્યારબાદ રાજનને કોઇનો ફોન આવ્યો હતો અને જેમા રાજને જણાવ્યુ વિજય ઉર્ફે મુનાને ઉપાડી લીધો છે . તુ બેડી ચોકડીએ આવી જા તેવુ કહયુ હતુ.
ત્યારબાદ બેડી ચોકડી પાસે પહોંચતા ત્યા રાજનનો ભાઇ દેવ ઉભો હતો તેણે કેમ કાતર મારે છે તેવુ કહી માર મારવાનુ શરુ કર્યુ હતુ . આ દરમ્યાન વિજયે વિનંતી કરી તેને છોડી દેવાનુ કહયુ હતુ . આમ છતા રાજન અને તેમનો ભાઇ દેવ બંને ત્યા નજીકનાં ગેરેજમા લઇ ગયા હતા. અને ત્યા મારતા હતા . ત્યારે ગેરેજમા કામ કરતા છોકરાઓએ તેમને વધુ માર માથી બચાવ્યો હતો.
છેલ્લે રાજને ધમકી આપતા કહયુ કે 1 ઓકટોબર સુધીમા 10 હજાર રૂપીયા આપી દેજે નહી તો તારે ર0 હજાર રૂપીયા આપવા પડશે અને તને ઘરેથી ઉ5ાડી લઇશુ અને ઠાર મારી મારી નાખશુ. ત્યારબાદ રાજન વિજયને ગાડીમા બેસાડી ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે ઉતારી જતો રહયો હતો. આ ઘટના બાદ વિજયને સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો બી ડીવીઝન પોલીસમા ફરીયાદ થતા પોલીસે આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
