સ્ત્રી મિત્ર સાથે નાસ્તો કરવા જતા યુવાનને અપમાનિત કરી બેફામ માર માર્યો

જામનગર રોડ પર બજરંગવાડી નજીક પુનિતનગર-રમાં રહેતાં અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં આકાશ અરૂૂણભાઈ સોઢા (ઉ.વ.29) કાલાવડ રોડ પર એલપીએલ કાફેમાં હતો ત્યારે તેની ફ્રેન્ડની…

જામનગર રોડ પર બજરંગવાડી નજીક પુનિતનગર-રમાં રહેતાં અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં આકાશ અરૂૂણભાઈ સોઢા (ઉ.વ.29) કાલાવડ રોડ પર એલપીએલ કાફેમાં હતો ત્યારે તેની ફ્રેન્ડની પરિચીત યુવતી સહિત ચાર શખ્સોએ અપમાનિત કરી, ગાળો દઈ, ઢીકાપાટુનો માર માર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાઈ છે.
તાલુકા પોલીસે આકાશની ફરિયાદ પરથી સીમી વૈષ્ણવ, અમરદિપ માલા, હરેશ માલા અને મનન મોચી સામે ગુનો દાખલ કર્યો હતો.

તે યાજ્ઞિક રોડ પર આવેલી માસ ફાયનાન્સમાં નોકરી કરતો આકાશ ગઈ તા.ર9ના રાત્રે તેની ફ્રેન્ડ પાયલ સાથે થાર લઈને કાલાવડ રોડ પર હોટલમાં જમવા જતો હતોત્યારે પાયલના ફોનમાં તેની ફ્રેન્ડ કદમનો ફોન આવ્યો હતો. તેણે હું કાલાવડ રોડ પર એલપીએલ કાફે છું, મારી સાથે સીમી છે, તું અહીંથી લઈ જા કહેતાં બંને તેમને લેવા કાફે ગયા હતા.જયાં સીમી ઉપરાંત અન્ય ત્રણેય આરોપીઓ હોઈ તેમણે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, આ થાર ગાડી લઈને આવા ચેઈન પહેરીને અમારી સામે ન અવાય કહી ગાળો દઈ, થારમાંથી બહાર કાઢી, ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.બાદમાં આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *