મોરબી હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનનું વાહન અડફેટે મોત

પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો મોરબી વાંકાનેર હાઈવે પર ઢુવા ઓવરબ્રિજ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાહદારી યુવાન રોડ ક્રોસ…

પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

મોરબી વાંકાનેર હાઈવે પર ઢુવા ઓવરબ્રિજ નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાહદારી યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું અકસ્માત બાદ વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મૂળ મધ્યપ્રદેશ હાલ ઢુવા નજીક સનરે સિરામિક ભવાની કાંટા પાસે રહેતા દયારામ બુધેસિંઘ ઉર્ફે બુધિયા ડાવર નામના યુવાને અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ દિલીપભાઈ ડાવર (ઉ.વ.19) વાળા ગત તા. 20 ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઢુવા ઓવરબ્રિજ ઉતરતા ટોપ સિરામિક સામે રોડ ક્રોસ કરતા હતા તાય્રે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ચલાવી ભાઈ દિલીપભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *