મોરબીના ટીંબડી પાટિયા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું છે અકસ્માત બાદ પોતાનું વાહન લઈને અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મૂળ ઉત્તરપ્રદેશ હાલ મોરબીના સામાકાંઠે કાંતિનગરમાં રહેતા રાજન પરમહંસ પ્રસાદ (ઉ.વ.42) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે રહેતા ધર્મેન્દ્રભાઈ શારદાભાઈ ચૌહાણ નામના યુવાન ગત તા. 20 ના રોજ મોરબી માળિયા નેશનલ હાઈવે પર ટીંબડી પાટિયા પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે હીટ એન્ડ રનના બનાવની નોંધ કરી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
