એકલવાયુ જીવન જીવતા યુવાનને ટીબીની બીમારી હતી
શહેરના ગોડાઉન રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા અને દારૂની કુટેવ ધરાવતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. યુવાન એકલવાયુ જીવન જીવતો હતો અને ટીબીની બિમારી ઉપરાંત દારૂ પીવાની કુટેવ હોવાથી દારૂ ભરખી ગયાનુ જાણવા મળ્યુ છે. જાણવા મળતી વિગત મુજબ ગોડાઉન રોડ પર આવેલી આરાધના સોસાયટી શેરી નં.1માં રહેતો મુન્ના સુખદેવભાઇ ઝરીયા (ઉ.વ.21)નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું.
આ અંગે એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન એકનો એક ભાઇ હોવાનુ અને તેના માતા-પિતા હયાત ન હોવાનુ જાણવા મળ્યુ છે. તેને ટીબીની બિમારી હોય અને દારૂ પીવાની કુટેવથી તેનુ મોત નીપજ્યાનુ ખુલવા પામ્યુ છે.
