સાયબર ગઠીયાઓ અલગ અલગ લાલચો આપી લોકોને ફસાવતા હોવાના બનાવો વધ્યા છે.ત્યારે રાજકોટમાં હનુમાન મઢી પાસે રહેતા અને ખાનગી કંપનીમાં મેન્ટેનસ મેનેજરને ફેસબુકમાં જાહેરાતની પોસ્ટ મુકી શેરબઝારમાં રોકાણ ના વધુ રીટર્ન આપવાની લાલચ આપી સાયબર ગઠીયાઓએ રૂૂ.16 લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ ના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ચાર એકાઉન્ટ ખાતાધારકો સામે ગુનો નોધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
જયભાઇએ પોલીસને જણાવ્યું કે, ગઇ તા.29-5નાં તેના ફેસબુક એકાઉન્ટ પર એક કંપનીની ઇન્વેસ્ટ કરવા માટેની પોસ્ટ આવી હતી. જેની નીચે લીંક આપેલી હતી. તે ઓપન કરતાં ફોર્મ ખુલ્યું હતું. જેમાં તેણે વિગતો ભરી હતી. ત્યારબાદ 360 વન – 288 સિનિયર ઇલાઇટ શેરિંગ ગ્રુપ નામના વોટ્સએપ ગ્રુપમાં તેને એડ કરાયા હતા.
જે ગ્રુપમાં તેને શેર માર્કેટ રીલેટેડ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટને લગતી માહિતી અપાતી હતી. આથી તેણે ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા દર્શાવતા તે ગુ્રપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં પતમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હું તમને લીંક મોકલું તે ઓપન કરી એપ ખુલશે. તેમાં તમારી વિગતો ભરવાની રહેશે. તેમ લખેલું હતું.
બે – ત્રણ દિવસ બાદ લીંક આવતા તેણે ઓપન કર્યા બાદ ફીન વોલ્ટ નામની એપ ડાઉનલોડ કરાવી હતી. જેનાં તેણે વિગતો ભરી હતી.ત્યારબાદ ફરી પતમારા વોલેટમાં ફંડ એડ કરવા મોબાઇલ નંબર પર મેસેજ કરો કહેતાં તેને મેસેજ કર્યો હતો. જેથી તે શખ્સો ડાઉનલોડ કરેલી એપમાં જવાનું કહી પ્રોસીઝટ કહેતા તેણે વોલેટમાં રૂૂપિયા જમા કરાવી શેર લે – વેચ કરી હતી. ત્યારબાદ અલગ – અલગ પાંચ જેટલા બેંક એકાઉન્ટમાં તેણે રૂૂા. 16 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી રોકાણ કર્યું હતું. જે રકમ એપના વોલેટમાં દેખાડતી હતી. પરંતુ તે રકમ વિથડ્રો કરવા ટીકવેસ્ટ નાખતાં 15 ટકા સર્વિસ ફી ભરી પડશે. તેવા મેસેજ આવતા ઠગાઇ થયાની જાણ થઇ હતી. સાયબર ક્રાઇમ પોલીસે પાંચે જેટલા એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે
