માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરનાર ચાર માછીમારો સામે કાર્યવાહી
દ્વારકામાં આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે રાજુ રવજીભાઈ સતવારા અને સીનુ મહારાજ નામના બે શખ્સો ઝઘડી રહ્યા હતા. ગાળાગાળી કરતા આ બંને શખ્સોને અહીંથી નીકળતા સમીરભાઈ હાસમભાઈ સરવદી (ઉ.વ. 22, રહે. નરસંગ ટેકરી) અને સાહેદ રવિભાઈ ભટ્ટએ ગાળો બોલવાની ના કહેતા આરોપી સીનુ મહારાજે તેના હાથમાં રહેલા કમંડલીયા વડે માર માર્યાની તથા અન્ય આરોપી રાજુ રવજીભાઈએ લોખંડના પાઈપ વડે સમીરભાઈને માર મારતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ચાર માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા બંદર ઉપર દરિયામાં માછીમારી કરવા જઈ અને સમયસર પરત ન આવતા આમીન તાલબ ધનાણી સામે તેમજ ટોકન વગર માછીમારી કરવા ગયેલા ભરાણા ગામના અબ્દુલ આદમ ભાયાને ભરાણા બંદર ઉપરથી ઝડપી લઇ, સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઓખામાં માછીમારી કરવા માટેનું ટોકન કે પરવાનગી મેળવ્યા વગર ઓખા નજીકના ડાલડા બંદરની દરિયાઈ ખાડીમાં માછીમારી કરવા ગયેલા સતાર કરીમ સુંભણીયા તથા અલ્તાફ હાજી સુંભણીયા નામના બે શખ્સો સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
