જુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યો

પડધરીની ઘટના; છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી મકાન ખાલી કરવા પરિવાર ધમકાવતો હોવાનો યુવાનનો આરોપ પડધરીમાં રહેતાં યુવાન ઉપર જુગારની રેડ પડાવ્યાનો આળ…

પડધરીની ઘટના; છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી મકાન ખાલી કરવા પરિવાર ધમકાવતો હોવાનો યુવાનનો આરોપ

પડધરીમાં રહેતાં યુવાન ઉપર જુગારની રેડ પડાવ્યાનો આળ મુકી માતા-પિતા અને નાના ભાઈએ ધોકા વડે માર માર્યો હતો. છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી પરિવાર મકાન ખાલી કરવા ધમકી આપતો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીમાં આવેલા આંબેડકરનગરમાં રહેતો સોહિલ સલીમભાઈ પોપટપોત્રા નામનો 36 વર્ષનો યુવાન સવારના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પિતા સલીમભાઈ, માતા મુમતાઝબેન અને નાના ભાઈ સાકીરે ઝઘડો કરી ધોકા અને પથ્થર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર સલીમભાઈના ઘરે છ માસ પહેલા જુગારની રેડ પડી હતી. જેથી પિતાએ પુત્ર સોહિલ ઉપર રેડ પડાવ્યાનો આળ મુકી ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો અને છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી મકાન ખાલી કરવા ધમકી આપતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાત ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *