સરદારનગરના યુવાને ટીંબડી ગામે ઝેરી દવા ગટગટાવી
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાને આંબેડકર જયંતિના દિવસે ડીજેના રૂૂપિયાની ચુકવણી માટે ઉછીના આપેલા રૂૂપિયા ચાર હજારની ઉઘરાણી કરતા યુવાન ઉપર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં રહેતા દીપકભાઈ આનંદભાઈ ચાવડા નામનો 43 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં થોરાળા મેઇન રોડ પર હતો ત્યારે શૈલેષ સાગઠીયા નામના શખ્સે વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દિપક ચાવડાએ હુમલાખોર શૈલેષ સાગઠીયાને 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતીના દિવસે ડીજેના રૂૂપિયા આપવા માટે રૂ.4000 ઉછીના આપ્યા હતા. જે રૂૂપિયાની ઉઘરાણી કરતા શૈલેષ સાગઠીયાએ દિપક ચાવડા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સરદારનગરમાં રહેતા વિશાલ રામભાઈ વાળા નામના 28 વર્ષના યુવાને પાંચ દિવસ પૂર્વે ટીબડી ગામે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
