શિવાજીનગરમાં પાર્ક કરેલા બાઇક પરથી ઉભા થવાનું કહેતા યુવાન પર છરીથી હુમલો

પેડક રોડ બાલક હનુમાનની બાજુમાં બ્રહ્મણીયાપરા શેરી નંબર 21 ખોડલ કૃપા મકાનમાં રહેતા ધ્રુવરાજભાઈ જીતેન્દ્રભાઈ ધોળકિયા(ઉ.19) ગઈકાલે તેમના માતા સાથે શિવાજીનગરમાં હતો ત્યારે તેની ગાડી…

પેડક રોડ બાલક હનુમાનની બાજુમાં બ્રહ્મણીયાપરા શેરી નંબર 21 ખોડલ કૃપા મકાનમાં રહેતા ધ્રુવરાજભાઈ જીતેન્દ્રભાઈ ધોળકિયા(ઉ.19) ગઈકાલે તેમના માતા સાથે શિવાજીનગરમાં હતો ત્યારે તેની ગાડી પર બેઠેલા વિશાલ કોળી,રઘુ કોળી,શિલુબેન અને શિલુબેનના બેને ઝઘડો કરી મારમારતા તેઓની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

ધ્રુવરાજે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ યાજ્ઞિક રોડ પર કોટક કોલેજમાં અભ્યાસ કરે છે. તા.22/9ના રોજ સાંજના તે તથા તેમના માતા વર્ષાબેન બંને હોન્ડા મોટરસાયકલ લઈને દૂધસાગર રોડ પાવર હાઉસ ની સામે શિવાજીનગર શેરી નંબર 5 માં રહેતા તેમના મામી શીતલબેન ચુડાસમાના ઘરે ગયેલ ત્યારે ત્યાં તેમનું મો.સા. શિવાજીનગર શેરી નંબર 5 માં ખૂણા પાસે પાર્ક કરીને રાખેલ હતું અને મામીના ઘરે બેસીને પાછા ઘરે જવાનું હોય જેથી સાંજના છએક વાગ્યે ધ્રુવરાજે પાર્ક કરેલ તેમનું મોસા લેવા ગયા ત્યારે તે બાઈક ઉપર રઘુભાઈ કોળી તથા વિશાલ કોળી બંને બેઠેલ હોય જેઓને તેમણે કહેલ કે મારું મોસા છે મને લેવા દો તેમ કહેતા આ બંને તેમને ગાળો દેવા લાગ્યા હતા.

જેથી તેમણે ગાળુ દેવાની ના પાડતા દરમિયાન વિશાલ કોળીએ છરી કાઢી ધ્રુવરાજને ડાબા પડખામાં તથા ડાબી સાઈડની બેઠકના ભાગે એમ બે ઘા મારેલ જેથી ઇજા થતા લોહી નીકળેલ અને તેની સાથેના રઘુ કોળીએ પણ છરી કાઢી એક ઘા જમણા પગના સાથળમાં મારેલ જેથી વધુ ઇજા થતાં લોહી નીકળેલ આ દરમિયાન તેમના માતા વર્ષાબેન તથા મામી શીતલબેન વગેરે વચ્ચે પડી છોડાવતા તેઓની સાથે પણ માથાકૂટ કરીને ઝઘડો કરેલ દરમિયાન તેમના મામા જીતેન્દ્રભાઈ નકુભાઈ ચુડાસમા આવી ગયા હતા અને તેમને મારવા વાળા વિશાલ કોળી તથા રઘુ કોળી બંને ભાગી ગયેલ હતા.દરમિયાન રઘુની બેન શીલુબેન તથા તેની બીજી બેન આવી ફરિયાદીના માતા મામી સાથે પણ માથા કૂટ કરી ઝઘડો કરેલ અને શરીર ઉપર વાગેલ હતું.આ મામલે તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *