રૈયાધારમાં મુક્તિધામ નજીક રહેતાં દેવાંગ સુરેશભાઇ સોલંકી (ઉ.વ.30) નામના યુવાન પર સાંજે રૈયા ચોકડીએ વચ્છરાજ ચા નામની હોટલે ચા પીવા ઉભો હતો ત્યારે કલરકામના કારીગર કાશી ભૈયાએ ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માર મારતાં માથા, શરીરે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
દેવાંગના કહેવા મુજબ તે કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા પોતે રેસકોર્ષ પાસે એક સાઇટ પર કડીયા કામ માટે ગયો હતો ત્યારે ત્યાં કાશી ભૈયા કલરકામ માટે આવ્યો હતો. તે વખતે બંને વચ્ચે ગાળાગાળી બોલાચાલી થઇ હતી. દરમિયાન પોતે સાંજે રૈયા ચોકડીએ ચા પીવા ઉભો હતો ત્યારે અહિ કાશી આવી જતાં ગાળો દેવા માંડતાં તેને ગાળો બોલવાની ના પાડતાં પાવડાથી હુમલો કરી ભાગી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.
