મોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજા

  મોરબીમા લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ઇકો સવારનુ મોત નીપજયુ હતુ. જયારે ચાલકને ગંભીર ઇજા…

 

મોરબીમા લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ઇકો સવારનુ મોત નીપજયુ હતુ. જયારે ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમા માળીયા રોડ પર રહેતા શીવ ઓટાર મગલીયા વર્મા નામનો 40 વર્ષનો યુવાન વિનોદ (ઉ.વ. 30) ની ઇકો કારમા બેસીને જઇ રહયો હતો ત્યારે મોરબીમા આવેલ લક્ષ્મીનગર ઓવરબ્રીજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમા ઘવાયેલા બંને યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જયા શીવ ઓતાર વર્માનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન મુળ ઉતરપ્રદેશનો વતની અને અપરણીત હતો 4 મહીનાથી મોરબીમા કામ કરતો હતો અને મોરબીમા કામે જઇ રહયો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *