રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયો

રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી…

રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી લુંટ ચલાવ્યાની ઘટના ઘટી હતી. જે ઘટનામા ફાકી નહી આપનાર યુવાન પર હુમલો કર્યો હતો જે યુવાને દોઢ માસ બાદ દમ તોડતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. યુવકના મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. જે ઘટનાને અંજામ આપનાર સગીર સહીત ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામા રહેતો હાર્દિક ઉર્ફે હિતેશ નટુભાઇ ચૌહાણ નામનો ર4 વર્ષનો યુવાન ગત તા. 1-12-24 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામા ભગવતીપરા પુલ નીચે હતો ત્યારે શિવરાજ વિનુ ઉધરેલીયા , સાગર શામજી ઉધરેલીયા, શની ઉર્ફે ચડીયો કલુભાઇ ઉધરેજીયા અને સગીર સહીત 4 આરોપીઓ ફાકી માગી હતી. હાર્દિક ઉર્ફે હિતેશ ચૌહાણે ફાકી નહી આપતા ચારેય શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા બાદ ડીસ્ચાર્જ કરવામા આવ્યો હતો બાદમા યુવકની ફરી તબીયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો જયા હુમલામા ઘવાયેલા યુવકનુ દોઢ માસ બાદ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. યુવકના મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન 3 ભાઇમા વચેટ હતો અને ફાકી નહી આપવા મુદે થયેલા હુમલામા ગંભીર ઇજા પહોંચતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

પ્રાથમીક તપાસમા હુમલાખોર શખ્સોએ સવા કલાકમા બે સ્થળે 3 યુવાન પર છરી વડે જીવલેણ હુમલા કર્યા હતા જેમા ભગવતીપરા પુલ પાસે હાર્દિક ઉર્ફે હિતેશ ચૌહાણને ફાકી નહી આપવા મુદે છરીના ઘા ઝીકી ત્યાથી નાસી છુટેલા આરોપી જુના માર્કેટીંગ યાર્ડ પાસે પાણીપુરી નહી આપનાર દિપક નિશાદ પાસેથી રૂ. 1પ00 ની રોકડ અને મોબાઇલ તેમજ હિતેશ પ્રભાતભાઇ ડાંગર પાસેથી રૂ. 10 હજારની રોકડ અને મોબાઇલ ફોનની છરીની અણીએ લુંટ ચલાવી હતી.

હિતેશ ડાંગરે બુમાબુમ કરતા વચ્ચે પડેલા જય ખોયાણીને પણ છરીના ઘા ઝીકી દીધા હતા. જીવલેણ હુમલા કરી લુંટ ચલાવનાર સની ઉર્ફે ચડીયો ઘટના સ્થળેથી ઝડપાય ગયો હતો જયારે તેની પુછપરછમા સગીર સહીત અન્ય 3 આરોપીના નામ ખુલતા પોલીસે ધરપકડ કરી હતી. હાલ જેલ હવાલે રહેલા સગીર સહીત ચારેય શખ્સો વિરુધ્ધ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *