થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત

પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…

પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત શનિવારે એટલે કે તારીખ 25ના રોજ આ અકસ્માત ત્યારે સર્જાયો હતો જ્યારે ઉમેશ પોતાની વાડીએ કામ પતાવીને બાઈક પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં અચાનક એક ખૂંટિયો આડો ઉતરતા ઉમેશના બાઈક સાથે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે તે રોડ પર પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં ઉમેશને તાત્કાલિક અસરથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અહીં તબીબો દ્વારા તેને બચાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી તે જિંદગીની જંગ હારી ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ ખાતે પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે આ મામલે જરૂૂરી કાગળ કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂૂમ ખાતે ખસેડ્યો હતો. કાયદેસરની તપાસ બાદ મૃતદેહ વાલીવારસોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરિવારના સભ્યોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક ઉમેશ ખેતીકામ કરીને પરિવારને મદદરૂૂપ થતો હતો. તે બે ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *