શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં યુવાને ગૃહકલેશથી કંટાળી રામવન પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં મહેશ સવજીભાઈ તોગડીયા નામના 26 વર્ષના યુવકને નજીવા પ્રશ્ર્ને પત્ની સાથે ઝઘડો થયો હતો. જેથી ગૃહકલેશથી કંટાળી મહેશ તોગડીયાએ રામપવન પાસે પહોંચી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં ડો.યાજ્ઞીક રોડ પર ઈમ્પીરીયલ હોટલ પાસે સોની કામ કરતાં જયેશભાઈ દિલીપભાઈ રાણપરા નામના 45 વર્ષના પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પ્રૌઢની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
