પરમેશ્ર્વરનગરના યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં કરી લીધું વિષપાન

શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ પરમેશ્ર્વરનગરમાં રહેતા યુવાને ઉછીના લીધેલા 3 લાખની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં…

શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ પરમેશ્ર્વરનગરમાં રહેતા યુવાને ઉછીના લીધેલા 3 લાખની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ પરમેશ્ર્વરનગરમાં રહેતા અભયભાઇ મનસુખભાઇ બુચા (ઉ.વ.22)એ ખર્ચ પેટે રૂા.3 લાખ ઉછીના લીધા હતા. જે રૂપિયાની ચિંતામાં પાળ રોડ પર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉ5રાંત બીજા બનાવમાં કોઠારિયા રોડ પર આવેલ પીરવાડીમાં રહેતા મકસુદ યુનુસભાઇ સાંધ નામના 23 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે હતો. ત્યારે ફિનાઇલ પી લીધું હતું. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *