શહેરમાં વ્યાજખોરીની નાખ્વા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે. તેમ છતા વ્યાજખોરોને પોલીસનો ડર ના હોય તેમ વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ માનવ જીંદગી ટુંકાવી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા ગામે રહેતા યુવાને વ્યાજખોરોના કારણે રેસકોર્ષ પાસે ઝેરી દવાપી જીંવન ટુંકાવી લીધુ છે. મૃતક યુવાન પાસેથી દસ શખ્સોના નામાવલી સાથેની મળી આવેલી સ્યુસાઇટ નોટના આધારે પોલીસે તપાસનો દોર લબાંવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા ગામે રહેતા અલ્પેશભાઇ કાનજીભાઇ સાકરીયા નામનો 38વર્ષનો યુવાન રાત્રીના 9વાગ્યના અરસામાં રેસકોર્ષ બાલભવન સામે હતો ત્યારે ઝેરી પાવડ પી લીધો હતો. યુવાનની ઝેરી અસર થતા તાત્કાલીક બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વ જ ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઇમાં વચેટ હતો અને અપરિણીત હતો. મૃતક યુવાન પાસેથી સ્યુસાઇટ નોટ મળી આવી છે. જેમાં પંકજભાઇ, યોગેશભાઇ, ખીમજીભાઇ, જીગરભાઇ, ભીખુભાઇ, પરાગભાઇ, સહિત દસ વ્યાજખોરોના નામનો ઉલેખ કર્યો છે. તે લોકોને મુડી અને વ્યાજ ચૂકવી દીધુ હોવા છતા ત્રાસ આપતા આત્મધાતી પગલુ ભર્યાનો ઉલેખ કર્યો છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે સ્યુસાઇટ નોટના આધારે તપાસનો દોર લબાંવ્યો છે.
