ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર બંદર ખાતે રહેતા સંતોષભાઈ ભીમાભાઈ વેગડ નામના 35 વર્ષના તળપદા કોળી યુવાન ગઈકાલે સોમવારે દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે દરિયા કિનારે હોળીમાંથી દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ અરવિંદભાઈ ભીમાભાઈ વેગડએ દ્વારકા પોલીસને કરી છે.
છરી વડે હુમલો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને જી.આર.ડી.માં નોકરી કરતા કાનજીભાઈ પુંજાભાઈ વારસાકીયા નામના 22 વર્ષના યુવાન પર બસ સ્ટેન્ડ પાસે રહેતા સુરેશ કિરણભાઈ પરમાર નામના શખ્સએ છરી વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કરવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી કાનજીભાઈ આજથી આશરે બે વર્ષ પૂર્વે પોતાના ઘર પાસે થતી ગરબીમાં હિન્દી ગીતો વગાડતા હોય, ત્યારે આરોપી સુરેશે ગીતો વગાડવાની ના કહેતા આ બાબતના અગાઉથી ચાલ્યા આવતા મનદુ:ખના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
જુગાર
કલ્યાણપુરથી આશરે નવ કિલોમીટર દૂર ધુમથર ગામના વાડી વિસ્તારમાં પોલીસે રાત્રિના સમયે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમતા દેવુ રામ બુચડ, પાલા કારા રાવલીયા, રમેશ હમીર આંબલીયા, પબુ રામ ગઢવી અને કાના ભીમા રાવલિયા નામના પાંચ શખ્સોને રૂૂપિયા 10,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દારૂ
ઓખાના નવી નગરી વિસ્તારમાં રહેતા મયુર જેન્તીભાઈ થોભાણી નામના 35 વર્ષના શખ્સને પોલીસે ઓખા પોર્ટના ગેટ પાસેથી વિદેશી દારૂૂની સાત બોટલ તેમજ બિયરના બે ટીન અને એક એકટીવા મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 28,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.આ કાર્યવાહીમાં ઓખાનો સુનીલ હોથીભા ગાદ નામનો શખ્સ ફરાર જાહેર થયો હતો. જે અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
