સંબંધના નાતે દીકરીના લગ્ન માટે અપાવેલા રૂપિયા પરત નહીં મળતા યુવકે ફિનાઇલ પીધું

શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલા લક્ષ્મીનાં ઢોળે રહેતા યુવાને સબંધીને દીકરીનાં લગ્ન માટે રૂ. દોઢ લાખ ઉછીનાં અપાવ્યા હતા જે રૂપીયા સબંધીએ…

શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલા લક્ષ્મીનાં ઢોળે રહેતા યુવાને સબંધીને દીકરીનાં લગ્ન માટે રૂ. દોઢ લાખ ઉછીનાં અપાવ્યા હતા જે રૂપીયા સબંધીએ પરત નહી કરતા યુવાને કટારીયા ચોકડી પાસે ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલા લક્ષ્મીનાં ઢોળે રહેતા કેતનભાઇ માવજીભાઇ ટુંડીયા નામનો 34 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા દસેક વાગ્યાનાં અરસામા કટારીયા ચોકડી પાસે હતો ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ . આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જાણ થતા જ યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમીક પુછપરછમા કેતનભાઇ ટુંડીયાએ સબંધી મનીષાબેન સુરેશભાઇ જાદવને તેની દીકરીનાં લગ્ન માટે રૂ. દોઢ લાખ બીજા વ્યકિત પાસેથી ઉછીનાં અપાવ્યા હતા જે રૂપીયા મનીષાબેન જાદવે પરત નહી આપતા કેતનભાઇ ટુંડીયાએ ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *