ચેલા ગામ નજીક હાઇવે પર ખાડામાં બાઇક સ્લીપ થતા યુવાનનું ઇજાથી મોત

જામનગર લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા નજીક એક બાઈક સ્લીપ થઈને ખાડામાં પડ્યું હતું, જેથી બાઇક સવાર જામનગરના યુવાનનું ગંભીર ઇજા બાદ મૃત્યુ…

જામનગર લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા નજીક એક બાઈક સ્લીપ થઈને ખાડામાં પડ્યું હતું, જેથી બાઇક સવાર જામનગરના યુવાનનું ગંભીર ઇજા બાદ મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતો નવાજ સિદ્દીકભાઈ શમા નામનો 25 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે પોતાનું બાઈક લઈને જામનગર લાલપુર ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ચેલા ગામના પાટીયા પાસે એકાએક ખાડો આવતા પોતે બેલેન્સ ગુમાવતાં બાઈક સાથે નીચે ખાબકયો હતો.

ઉપરાંત તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબો દ્વારા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો અને જામનગર મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જીજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, ત્યારે માતમ છવાયો હતો. આ અકસ્માતના બનાવ બાદ પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *