નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત

શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોથ નીપજ્યુ હતુ. કોઠારીયા ગામનો યુવાન કડિયા કામ કરતો હતો…

શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોથ નીપજ્યુ હતુ. કોઠારીયા ગામનો યુવાન કડિયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાવાથી મોત નીપજ્તા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.


જાણછા મળતી વિગત મુજબ કોઠારીયા ગામે પાવર હાઉસ પાસે રહેતો કેતન અરવિંદભાઇ સોલંકી (ઉ.વ.29) નામનો યુવાન ગઇ કાલે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર ફાર્મની ફિલ્સ નામની નવી બનતી બિલ્ડિંગ સાઇટ ઉપર કડિયા કામ કરતો હતો ત્યારે અકસ્માતેે ચોથા માળેથી નીચે પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે તાલુકા પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક કેતન બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે કડિયા કામ કરતો હતો. ત્યારે બિલ્ડિંગના ચોથા માળેથી અકસ્માતે પટકાતા મોત નીપજ્યું હતુ. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *