મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત

તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી   મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર…

તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 

મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું એ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉતરપ્રદેશના રહેવાસી ક્રિષ્ના કૃષ્ણાચંદ્ર દ્રિવેદી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી સ્વીફ્ટ ડીઝાયર કાર જીજે 03 બીવાય 2401 ગૌરાંગભાઈ ભીખાભાઈ મજેઠીયા એ પોતાની કાર પુર ઝડપે ચલાવી માળિયા હાઈવે પર નાગડાવાસ ગામના પાટિયા નજીક કાર પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા કારમાં પાછળ બેઠેલ કૃષ્ણાચંદ્ર દ્રિવેદીને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *