પત્ની પાડોશી સાથે ભાગી ગયા બાદ ધાકધમકીથી કંટાળી પગલું ભર્યું
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં રોયલ ચોકડી થી આગળ નેશનલ હાઇવે ના પુલ પર,ભાવનગર તરફ જતા એક યુવાન પુલ પરના લોખંડના પાઈપ સાથે સાડીબાંધી ગળેફાંસો ખાઈ લટકેલ હાલતમાં હોવાની માહિતી મળતા ઇમરજન્સી પોલીસ વાહન 112 ના હેડ.કો અરવિંદભાઈ ડાભી અને 108 દોડી આવ્યા હતા.લોકો ટોળે વળ્યાહતા.પુલપરથી એક બાઇક નં.જીજે 4 બીસી-7428 મળી આવ્યું હતું.
મૃતકના ફોટા અને બાઇક નંબર ના આધારે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરીહતી.જેમા યુવક જુનાશોભાવડ ગામના અને ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતા મુકેશ માધાભાઈ ગેગડીયા હોવાનું જાણવા મળ્ય ુંહતું. પોલીસે તળાજા ફાયર ની ટિમ ને બોલાવી મૃતક મુકેશભાઈ ગેગડીયા ની લાશ ને પોસ્ટમોર્ટમ માટે તળાજા ની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
મૃતક ની બાઇક પરથી એક થેલીમા દોરડું પણ મળી આવ્યું હતું.વહેલી સવારે ચારેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ ને લઈ મૃતક ના પિતા ,પુત્ર એ આસી.સબ.ઇન્સપેક્ટર નિખિલ પંડ્યા સમક્ષ મીડિયા અને અનેક લોકોની હાજરી વચ્ચે જણાવ્યું હતુ કે મૃતકના પત્ની અઢીમાસ પહેલા બાજુમાજ રહેતા પરણિત યુવાન એક સંતાન ના પિતા હિતેશ પ્રવિણભાઈ પરમાર સાથેભાગી ગયેલ હોય તેના પરિવાર જનો તેને લઈ ધમકીઓ આપતા હોય તેના કારણે અંતિમ પગલું ભર્યું છે.તેઓના મોત પાછળ હિતેશ પરમાર અને તેના પરિવાર જનો જવાબદાર છે નો આરોપ લગાવ્યો હતો.
ગળેફાંસો ખાધો કે મારીને ટીંગાડી દેવામા આવ્યો?
બનાવ ને લઈ પોલીસ,મૃતકના પરિવાર જનો અને ટોળે વળેલા લોકોમાં એક ચર્ચા એવી હતીકે આરીતે ગળેફાસો કઈ રીતે ખવાય?.પહેલા ગળાપચી દબાવી ને મારી નાખ્યા બાદ અહીં લટકાવી દેવામા આવ્યો તો નહીં હોય ને તેવી શંકા વ્યક્ત કરવામાં આવતી હતી.જે સાડી થી ગળેફાંસો ખાધો છે તે સાડી યુવાન ગળે વીંટાળી ને નીચે ઠેકડો મારે તો યુવાન નો વજન ઝીલી શકે ખરા? તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.પોલીસ ને એક સ્યુસાઈડ નોટ મળી આવી છે તેમાં શુ લખ્યું છે અને તે કોણે લખી છે તે બાબતે પણ પોલીસ તપાસ કરશે.જોકે પોલીસ દ્વારા સ્યુસાઇડ નોટ કોઈપણ ને વાંચવા આપવા નો નનૈયો ભણી દીધો હતો.
