જામનગરના નાઘુના ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા ઋષિરાજસિંહ રણજીતસિંહ કેશોર નામના 26 વર્ષના ક્ષત્રિય યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા…

જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા ઋષિરાજસિંહ રણજીતસિંહ કેશોર નામના 26 વર્ષના ક્ષત્રિય યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ બાદ તેને નીચે ઉતારીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હરપાલસિંહ રણજીતસિંહ કેશોરે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં વ્હોરાવાડ વિસ્તારમાં રહેતો મુર્તુઝાભાઈ યુસુફભાઈ હીરાણી નામનો 48 વર્ષના વ્હોરા જ્ઞાતિના યુવાન ગઈકાલે મૂળીલા ગામ પાસે આવેલી ગોવિંદભાઈ ગોવાભાઇ નામના ખેડૂતની વાડીના કૂવામાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે ફકરૂૂદ્દીનભાઈ અબ્બાસભાઈ હીરાણીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *