નવાગામ (આણંદપર)માં યુવાનનો ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ (આણંદપર)માં યુવાને ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમા ંગમગીની છવાઈ જવા પામી છે. મૃતક રાત્રે ઘરેથી…

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ (આણંદપર)માં યુવાને ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમા ંગમગીની છવાઈ જવા પામી છે. મૃતક રાત્રે ઘરેથી નિકળી ગયા બાદ પરિવારજનોએ શોધખોળ કરતા યુવાનનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં આવેલા દેવનગર ઢોલે રહેતો મહેશ વાલજીભાઈ સોલંકી (ઉ.વ.26) નામનો યુવાન ગઈકાલે રાત્રે ઘરેથી નીકળી ગયો હતો. જેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે, રાત્રે તે મળી આવ્યો ન હતો. બાદમાં આજે સવારે તેના પિતા શોધવા નિળ્યા ત્યારે નવાગામ પંચાયત ઓફિસના કૂવા પાસે આવેલી કેશુભાઈની વાડીમાં ઝાડ સાથે લટકતી હાલતમાં પુત્ર હરેશનો મૃતદેહ મળી આવ્યો હતો. મહેશે ઝાડ સાથે શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક મહેશ ત્રણ ભાઈમાં નાનો અને અપરણીત હતો. તેને દારૂ પીવાની કુટેવ હતી. યુવાને આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *