જેતપુરના જુની સાંકળી ગામે યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવી ત્રણ વ્યાજખોરોએ દોઢ લાખ રૂૂપિયા વ્યાજે આપી યુવાન પાસેથી પઠાણી વ્યાજ વસુલ કરી વધુ રૂૂપિયા પડાવવા પરિવારને ઉપાડી લેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને આપઘાતનો પ્રયાસ કરતા આ મામલે ત્રણ વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુની સાંકળી ગામે રહેતા રાજેન્દ્રભાઈ ઉર્ફે અંકિતભાઈ કનુભાઈ પંડ્યા (ઉ.વ.28) નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધવલભાઈ વોરા,શૈલેષભાઈ ઉસદડીયા અને હિરેનભાઈ ભુવાનું નામ આપ્યું છે.પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિતા-2023 ની કલમ 308(4),351(3), 54 તથા ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનીયમ-2011ની કલમ. 40,42(ક)(ઘ) મુજબ ગુનો નોંધ્યો છે. રાજેન્દ્ર ભાઈને દવાખાના કામ સબબ પૈસાની જરૂૂરીયાત પડતા આ ધવલભાઈ વોરા,શૈલેષભાઈ ઉસદડીયા તથા હિરેનભાઈ ભુવા ત્રણેય પાસેથી રૂૂ.1,50,000 માસિક દસ ટકાના વ્યાજપેટે લીધેલ હતા જેનું રૂૂ.15,000 વ્યાજ કાપી લઈ રૂૂ.1,35,000 રોકડા આપેલ અને જેના એક મહિના પછી વ્યાજ તથા હપ્તાની રકમ સહિત રૂૂ.40,000 જમા કરાવેલ અને બાદ ફરીયાદીએ વ્યાજપેટે લીધેલ રકમ રાજેન્દ્રભાઈના માતાના દવાખાનાના ખર્ચ પેટે વપરાઈ ગયેલ હોય જેથી બીજા મહિનાના રૂૂ.40,000 ભરપાઈ નહી કરી શકતા ધવલભાઈ વોરા,શૈલેષભાઈ ઉસદડીયા અને હિરેનભાઈ ભુવાએ રાજેન્દ્રભાઈને રૂૂબરૂૂમાં તથા ફોન દ્વારા યેનકેન પ્રકારે વ્યાજ સહિતના રૂૂપિયા બળજબરીથી કઢાવી લેવા માટે મહાવ્યથાના ભયમાં મુકી અને ત્રાસ આપતા અને રાજેન્દ્રભાઈ અને તથા તેના પરિવારને ઉપાડી લેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી કંટાળી જઈ રાજેન્દ્રભાઈએ જાતેથી ફિનાઈલ પી લીધેલ હોય આ મામલે ધવલભાઈ વોરા,શૈલેષભાઈ ઉસદડીયા અને હિરેનભાઈ ભુવા સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
