શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા પ્રૌઢને માતાએ કામ ધંધો કરવાનું કહેતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ આશાપુરાનગર શેરી નં.2માં રહેતા અશ્ર્વિનભાઈ દેવગીરી ગોસ્વામી (ઉ.વ.55) નામના પ્રૌઢે આજે સવારે બ્રહ્માણી હોલ પાસે એસિડ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અશ્ર્વિનભાઈ ચાર ભાઈ બે બહેનમાં વચેટ અને અપરિણીત હતાં. તેઓ કોઈ કામ ધંધો કરતા ન હોય જેથી માતાએ કામધંધો કરવાનું કહી ઠપકો આપતાં લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
