ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું ગંભીર ઇજાથી મોત

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી ધાર પાસે આવી રહેલા એક ટ્રક ચાલકે ડિવાઇડર કુદાવી સામે આવી રહેલા એક બાઈકને હડફેટમાં લઈ લેતાં તેના ચાલકનું ઈજા…

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી ધાર પાસે આવી રહેલા એક ટ્રક ચાલકે ડિવાઇડર કુદાવી સામે આવી રહેલા એક બાઈકને હડફેટમાં લઈ લેતાં તેના ચાલકનું ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો દામજીભાઈ વેલજીભાઈ સોનગરા નામનો 53 વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને લાલપુર ચોકડી થી ઠેબા ચોકડી તરફ જવા માટે નીકળ્યો હતો, અને મોરકંડા ધાર પાસેથી પસાર થઈ રહ્યો હતો,જે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 36 એ.એક્સ. 9899 નંબર ટ્રકના ચાલકે ડિવાઈડર કુદાવીને બાઈક ચાલકને હડફેટમાં લઈ કચડી નાખતાં બાઈક સવારને ગંભીર ઈજા થઈ હતી.

જેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર પ્રવીણભાઈ દામજીભાઈ સોનગરાએ પોલીસને જાણ કરતાં એ.આઈ. ડી.જી. ઝાલા એ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *