કારખાનામાં ઝાડ સાથે દોરી બાંધી જીવન ટૂંકાવ્યું
મોરબીના જુના રફાળેશ્વર રોડ પર પરપ્રાંતીય શ્રમિક યુવાને ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૂળ યુપીના વતની સંદીપકુમાર જટાશંકર યાદવ (ઉ.વ.25) નામના યુવાને જુના રફાળેશ્વર રોડ પર કારખાના પાસે ખરાબાની જગ્યામાં પ્લાસ્ટિક દોરી ઝાડ સાથે બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
કુંતાસી ગામે બાઇક અડફેટે યુવકનું મોત
મોરબીના કુંતાસી ગામે રહેતા પ્રતાપભાઈ રણછોડભાઈ બાબરિયા (ઉ.વ.65) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 19 ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદીનો દીકરો દિનેશ પોતાનું બાઈક જીજે 36 એકે 3921 લઈને પીપળીયા ચાર રસ્તા પાસેથી જતો હતો અને નીરૂૂનગરના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં દિનેશને માથામાં ગ્માંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન લઈને વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
