જામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં બેડીબંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપ માં રહેતા અને મકાન બાંધકામ ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અવિકુમાર મનસુખભાઈ શિંગડીયા નામના 21 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને…

જામનગરમાં બેડીબંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપ માં રહેતા અને મકાન બાંધકામ ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અવિકુમાર મનસુખભાઈ શિંગડીયા નામના 21 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને ગઈકાલે રાત્રિના પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ બનાવ ની જાણ થવાથી તેના મોટાભાઈ જસ્મીનભાઈ મનસુખભાઈએ તેને નીચે ઉતાર્યો હતો, અને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એન. ત્રિવેદી બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ માં તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા મળ્યું નહોતું, જેથી તેનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. જોકે તે સ્વીચ ઓફ હોવાથી તેને ખોલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મોબાઇલ ફોન ખુલ્યા બાદ વોટ્સએપ ચેટ અને ફોનકોલ્સ ની ડિટેઇલ વગેરેના માધ્યમથી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ટીમ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *