ધોરાજીમાં મકાન પરથી પડી જતા યુવાનનું મોત નિપજેલ છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂૂ કરી છે.
આ અંગેની વિગતો એવી છે ધોરાજીમાં તેજાબાપાના પીપળા પાસે રહેતા વાસણના વેપારી મનીષકુમાર બચુભાઇ વઘાસીયા પોતાના નવા બંધાતા મકાનમાં પાણી છાંટતા હતા.
તે દરમ્યાન મકાન પરથી પડી જતા ગંભીર હાલતમાં ધોરાજી સરકારી દવાખાને લાવતા તેમને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ હતા. મરણ જનાર બે ભાઇઓ હતા અને પોતે મોટા હતા. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા.