રાજકોટમાં રીબડા ગામે રહેતી સાઈમાબેન મહેશભાઈ ઉર્ફે મયુરભાઈ સાગઠીયા(ઉ.20)એ ફરિયાદમાં શાંતાબેન કાળુભાઈ અને પતિ મહેશ ઉર્ફે મયુરભાઈ સાગઠિયાનું નામ આપતા તેમની સામે ત્રાસ અંગેની કલમ નોંધાઈ છે.
સાઈમાંબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમણે ત્રણ મહિના પહેલા મયુર સાથે પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ તેઓના પિતાએ કોર્ટમાં કેસ દાખલ કરતા બંને કોર્ટમાં હાજર થયા હતા અને ત્યાં જજ ની સામે સાયમાંબેને પોતે પતિ સાથે રહેવાનું જણાવ્યું હતું.ત્યારબાદ તેઓનું માવતર મોરબી રોડ જુના જકાત નાકા પાસે હતું.તેમને કોલેજના બે વર્ષ સુધી અભ્યાસ કર્યો છે.ત્રણેક મહિનાથી તેઓ રિબડા ખાતે રહેવા લાગ્યા હોય અને રહેવા ગયા બાદ સાસુ પણ સાથે રહેતા હતા.
પિતાના ઘરેથી ભાગી ફરિયાદી મહિલા પતિ મયુર સાથે ઘંટેશ્વર રહેવા ચાલી ગઈ હતી.ત્યાં સાસુના ફોનમાં કોઈનો કોલ આવ્યો અને તે કટ થઈ જતા સાસુએ કોલ લગાડવાનું કહેતા ફરિયાદીએ કોલ કરતા પતિએ તેમને ત્રણ ફડાકા મારી દીધા હતા.ફરિયાદી મુસ્લિમ હોય જેથી સાસુ અવાર નવાર ત્રાસ આપતા હતા અને કહેતા કે તે પ્રેમ લગ્ન કર્યા છે એટલે બાકી તને ઘરની બહાર કાઢી મુકું અમને તું ગમતી જ નથી.સાસુએ એક વાર કહ્યું કે દીકરા મયુરને એક દેવીપૂજક મહિલાને સાથે રાખી હતી અને તે વાત પતિએ પણ સ્વીકારી હતી અને થોડા દિવસ બાદ પિતા બીમાર હોય ત્યાં મૂકી જવાનું કહેતા મયુર કાર લઇ બહાર મૂકી જતા રહ્યા હતા.તેમજ પતિ મયુરને અન્ય સ્ત્રી સાથે સબંધ હોય તેની સાથે મૈત્રી કરાર કરી રહેતા હોય જેથી ઘરમાં કંકાસ થતો હોય પતિએ ઢીકાપાટુનો મારમાર્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે.
