એક વર્ષ પહેલા લવ મેરેજ કરનાર પરિણીતાને પતિએ ઘરમાંથી કાઢી મુકતા આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામમા પિતાનાં ઘરે રીસામણે આવેલી ડીમ્પલ કીરણભાઇ ઘાઘરેટીયા (ઉ.વ. ર1 ) ને તેમનાં સાસરીયાઓએ ત્રાસ આપતા તેમણે બોટાદનાં…

રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામમા પિતાનાં ઘરે રીસામણે આવેલી ડીમ્પલ કીરણભાઇ ઘાઘરેટીયા (ઉ.વ. ર1 ) ને તેમનાં સાસરીયાઓએ ત્રાસ આપતા તેમણે બોટાદનાં રાણપુર તાલુકાનાં માલણપર ગામે રહેતા પતિ કીરણભાઇ ઘનશ્યામભાઇ, સસરા ઘનશ્યામભાઇ , સાસુ જયાબેન અને નણંદ કીંજલબેન વિરુધ્ધ ત્રાસ અંગેની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમા નોંધાવી છે. આ ઘટનામા ફરીયાદી ડીમ્પલબેન ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમણે 1 વર્ષ પહેલા માતા-પિતાની મરજી વિરુધ્ધ કીરણ સાથે લવ મેરેજ કર્યા હતા.

ત્યારબાદ તા. 27-5 થી સાસરે કીરણ સાથે રહેવા જતી રહી હતી અને થોડા સમય સુધી ઘર વ્યવસ્થીત ચાલ્યુ હતુ . ત્યારબાદ નણંદ કીંજલ અને સાસુ જયાબેન અવાર નવાર માથાકુટ કરતા હતા આ ઘટનાની જાણ પતિને થતા તેમણે ડીમ્પલબેન સાથે મારપીટ કરી હતી.

સાસુ પણ પતિ કીરણને સાચુ ખોટુ જણાવી માર ખવડાવતા હતા . અને માથાકુટ વધારે પડતી થઇ જતા માસાજીનાં ઘરે અઠવાડીયુ જતી રહી હતી . ત્યારબાદ પતિ તેમને તેડી આવ્યા હતા.

સસરા ઘનશ્યામભાઇ પણ મારકુટ કરતા હતા અને સસરા અને નણંદ અવાર નવાર નાની નાની બાબતમા માથાકુટ કરી હેરાન પરેશાન કરતા હતા . ત્યારબાદ પતિ બે વખત મામા હરજીભાઇનાં ઘરે ચાચકા ગામે મુકી ગયા જયા ડીમ્પલબેન ત્રણેક મહીના રોકાયા હતા અને પતિ તેમજ સસરા સમાધાન કરી તેડી ગયા હતા બાદમા નણંદ કીંજલ અને સાસુ તેમજ સસરા ઘરકામ બાબતે માથાકુટ કર્યા કરતા હતા . ત્યારબાદ માતા-પિતાને જાણ કરતા તેઓ સાસરે આવી ડીમ્પલબેનને લઇ ગયા હતા . ત્યારબાદ બેસતા વર્ષનાં દીવસે માતાનાં ફોનમાથી પતિને ફોન કરતા પતિએ વાતચીત કરી ન હતી અને ફોન કાપી નાખ્યો હતો . ત્યારબાદ ડીમ્પલબેને કહયુ કે તમારે મને ન રાખવી હોય તો હુ મરી જાવ જેથી પતિએ કહયુ કે તારે જે કરવુ હોય તે કર . જેથી ડીમ્પલબેનને લાગી આવતા તેમણે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *