શહેરના 150 ફૂટ રીંગરોડ અયોધ્યા ચોક પાસે આવેલા ગાયત્રી પાર્કમાં રહેતી અને દોઢ વર્ષ પહેલા જ લગ્ન કરનાર પરિણીતાએ અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગાયત્રી પાર્કમાં રહેતી હેમાલી યશભાઇ મકવાણા (ઉ.વ.24)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ ખઆપઘાત કરી લીધો હતો તેના સાસુ નયનાબેન તેને બોલાવવા માટે રૂમમાં જતા તેણી દરવાજો ખોલતી ન હોય જેથી ઇન્ટરલોકકની બીજી ચાવી થી દરવોજો ખોલતા હેમાલી લટકતી હાલતમાં મળી આવી હતી.
બનાવની જાણ થતા યુનિ.પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રથામિક તપાસમાં મૃતક હેમાલીબેન એક ભાઇની એકની એક બહેન હોવનું અને તેના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હોય તેવુ જાણવા મળ્યુ છે. તેના પતિ ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરે છે. પતિ ઓફિસે ગયા બાદ તેણીએ આ પગલુ ભરી લીધુ હતુ જો કે, તેણે આપઘાત સા માટે કર્યો એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
—
