થોરાળા વિસ્તારમા રહેતી એક પરીણીતાને ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ બે આઇડી પરથી અવાર નવાર મેસેજ આવતા તેમણે સામે વાળા શખ્સને મેસેજ નહી કરવાનુ જણાવતા ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીઓએ મહીલાનાં પતિએ મુકેલા સ્ટેટસ પર બીભત્સ કોમેન્ટ કરી અને મહીલાની પ્રતીષ્ઠાને હાની પહોંચે તેવુ કૃત્ય કરતા મહીલાએ સાયબર સેલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આ ઘટના અંગે સાયબર સેલ પોલીસ મથકનાં પીઆઇ સહીતનાં સ્ટાફે તપાસ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ થોરાળા વિસ્તારમા રહેતી 30 વર્ષની મહીલાએ ઇન્સ્ટાગ્રામ આઇડી કબીરા પ10 અને પંકજ વાઘેરા નામનાં આઇડી ધારક સામે આઇટી એકટ હેઠળ ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદમા મહીલાએ જણાવ્યુ હતુ કે આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતા હોય તેમને મેસેજ કરવાની ના પાડતા અલગ અલગ આઇડી પરથી અભદ્ર ભાષામા ગાળો આપતા મેસેજ કરતા હતા . અને ત્યારબાદ તેઓએ ફરીયાદીનાં પતિનાં ઇન્સ્ટાગ્રામ આઇડીમા મુકેલ સ્ટોરીમા અશ્ર્લિલ કોમેન્ટ કરી ફરીયાદી મહીલાની પ્રતિષ્ઠાને હાની પહોચાડે તેવુ કૃત્ય કરતા મહીલાએ સાયબર સેલ પોલીસ મથકે પહોંચી બંને આઇડી ધારકો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા પીઆઇ એસ ડી ગીલવા અને સ્ટાફે આરોપીઓની તપાસ શરુ કરી છે.
