ખંભાળિયાની મહિલાને જેસીબી વેચાણથી આપીને રૂા.3 લાખની કરાઇ છેતરપિંડિ

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા મધુબેન રણમલભાઈ કરમુર નામના 32 વર્ષના મહિલાને જેસીબી મશીન ખરીદ કરવું હોય, જેથી તેણીના કુટુંબી બહેનના દિયર એવા જીવાભાઈ સાજણભાઈ કરમુર…

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા મધુબેન રણમલભાઈ કરમુર નામના 32 વર્ષના મહિલાને જેસીબી મશીન ખરીદ કરવું હોય, જેથી તેણીના કુટુંબી બહેનના દિયર એવા જીવાભાઈ સાજણભાઈ કરમુર પાસે જેસીબી હોવાથી અને આ મશીન તેઓ વેચવા ઇચ્છતા હોવાથી મધુબેન દ્વારા જીવાભાઈનું જેસીબી રૂૂપિયા ત્રણ લાખમાં ખરીદ કરવા અંગેનું નક્કી કરવામાં આવ્યું હતું.

આથી ગત તારીખ ત્રીજી જૂન 2024 ના રોજ તેઓએ રૂૂપિયા બે લાખનો ચેક, રૂૂપિયા 92,000 ગૂગલ પે અને રૂૂપિયા 8,000 રોકડા આપીને એક વકીલની ઓફિસે રૂૂ. 300 ના સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરવામાં આવ્યું હતું.આ પછી જીવાભાઈએ તેમનું જેસીબી કચ્છ ખાતે ખાનગી કંપનીમાં ચાલતું હોય, અને તેઓને દર મહિને રૂૂપિયા 25,000 આપવા અંગેની બાબત કહી અને બે મહિનામાં મશીન છૂટું થઈ જશે અને તેઓને કબજો સોંપી દેશે તેમ જણાવ્યું હતું. આ રીતે કરવામાં આવેલા વિશ્વાસનો ભંગ કરી અને આરોપી જીવાભાઈ સાજણભાઈ કરમુરએ મધુબેન રણમલભાઈ કરમુર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી, તેમને જેસીબી મશીન કે તેમની રકમ પરત ન આપતા આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *