રૈયામાં આવેલ યશ એવન્યુ એપાર્ટમેન્ટમાં ગૃહકંકાશથી કંટાળી મહિલાનો આપઘાત

શહેરનાં રૈયા ગામ વિસ્તારમા આવેલા આલાપ ગ્રીન સિટી પાછળ દ્વારકેશ પાર્કમાં યસ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી નેપાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાને પતિ…

શહેરનાં રૈયા ગામ વિસ્તારમા આવેલા આલાપ ગ્રીન સિટી પાછળ દ્વારકેશ પાર્કમાં યસ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી નેપાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાને પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ લાગી આવતા આ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આલાપ ગ્રીન સિટી પાછળ દ્વારકેશ પાર્કમાં યસ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા શ્રુતિકાબેન અમીરાજ સોની (ઉ.વ 23) નામની પરિણીતાએ ગઈકાલ રાત્રિના ઘરે ગળાફાંસો ખાઈ લેતા 108 ને જાણ કરવામાં આવી હતી. 108 ના ઇએમટી અહીં આવી જોઈ તપાસી પરિણીતાને મૃત જાહેર કરી હતી. બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતુભાઈ બાળાએ બનાવસ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી હતી.પરિણીતાનો લગ્ન ગાળો આઠ વર્ષનો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પરિણીતાને પતિ અમીરાજ સાથે કોઈ બાબતે બોલાચાલી થતા તે વાતનું લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *