પડધરી તાલુકાનાં ગોકુલપુર ગામે ખેત મજુરી અર્થે આવેલી પરણીતા પોતાનાં પુત્રનાં બાઇક પર બેસી કરીયાણુ લેવા જતી હતી ત્યારે પરણીતા ચાલુ બાઇકે નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. પરણીતાનુ સારવારમા મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાનાં ગોકુલપુર ગામે પરીવાર સાથે ખેતમજુરી અર્થે આવેલી શાંતાબેન ગોવીંદભાઇ ડામોર નામની 34 વર્ષની પરણીતા બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા પોતાનાં પુત્ર સંતોષનાં બાઇક પાછળ બેસી જઇ રહી હતી ત્યારે પુત્રનાં બાઇક પરથી નીચે પટકાતા ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી પરણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી. જયા તેણીની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા શાંતાબેન ડામોર મુળ દાહોદ પંથકની વતની હતી. અને પરીવાર સાથે ગોકુલપુર ગામે મજુરી કામ અર્થે આવી હતી. દિવાળીનાં દીવસે પુત્ર સંતોષનાં બાઇક પાછળ બેસી કરીયાણુ લેવા જતી હતી. ત્યારે અકસ્માતે બાઇક પરથી પટકાતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. પરણીતાનાં મોતથી બે પુત્રએ માતાની મમતા ગુમાવતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
