લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવબાદ મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પતિ સાસુ સસરા સહિત પાંચ આરોપીઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા અને દહેજ ધારા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને પતિ સસરા અને જેઠની અટકાયત કરી લીધી છે.

આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર તાલુકાના આમરા ગામ ની વતની અને લાલપુર તાલુકાના સીંગચ ગામમાં પરણેલી આશાબેન કિશોરભાઈ નકુમ નાની સતવારા જ્ઞાતિની પરણીતાએ ગત 26મી ડિસેમ્બરના રોજ પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ બાદ મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરી હતી, તેમાં દહેજના કારણે આશાબેન ને ત્રાસ અપાયો હોવાથી તેમાંથી મુક્તિ મેળવવા અંતિમ પગલું ભરી લીધુ હોવાનું અને દહેજ ના કારણે સથવારા યુવતી મૃત્યુ ને ભેટી હોવાનું જાણવા મળ્યું હતું.

તેથી મૃતક આશાબેન ના ભાઈ આમરા ગામમાં રહેતા વિપુલભાઈ કેશવજીભાઈ કટેસિયાએ મેઘપર પોલીસ મથકમાં પોતાની બહેનને દહેજ ના કારણે ત્રાસ આપી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે આશાબેનના પતિ કિશોરભાઈ મોહનભાઈ નકુમ, સસરા મોહનભાઈ જાદાભાઈ નકુમ, સાસુ મોતીબેન મોહનભાઈ નકુમ, જેઠ દિનેશભાઈ મોહનભાઈ નકુમ અને જેઠાણી ચેતનાબેન નિલેશભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે.

મેઘપર પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા, દહેજ પ્રતિબંધક ધારા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને પતિ સસરા તેમજ જેઠની અટકાયત કરી લીધી છે. જ્યારે સાસુ તેમજ જેઠાણીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *