શહેરના મહિલા પોલીસ સ્ટેશનમા જ અરજદાર પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી હતી પતિ સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ તેવો અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા હતા અને પતી સહિતના સાસરીયા છુટાછેડા માટે ધમકી આપી ત્રાસ આપતા હોવાથી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ બાબરીયા કોલોની ત્રણ માળીયા કર્વાટરમા રહેતા સલમાબેન સાહિલભાઇ માણેક (ઉ.વ. 31) નામની પરીણીતાએ આજે સવારે મહિલા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમા ફીનાઇલ ગટગટાવી લેતા પોલીસ કર્મચારીઓમા દોડધામ મચી જવા પામી હતી. પરીણીતાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી છે.
પ્રાથમિક તપાસમા સલમાબેને ગત ડિસેમ્બર મહીનામા સાહિલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા બાદમા સાહિલે જાન્યુઆરીમા કૌશલ નામની યુવતી સાથે નિકાહ કરી લીધા હતા. પતિ પાંચ દિવસથી ઘરે આવતો ન હોય અને છુટાછેડા આપી દેવાનુ કહેતો હતો.
પતિ ઉપરાંત સાસુ રહેમતબેન અને કૌશલ પણ ધમકી આપતા હોય બે દિવસ પહેલા પતિ વિરૂધ્ધ ભકિતનગર પોલીસ સ્ટેશનમા અરજી કરતા પોલીસે પતિને બોલાવી બાદમા છુટી ગયો હતો જેથી તેણી સાસરીયા વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશને ગઇ હતી જયા તેણીએ આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પ્રનગર પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.