દોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે હડતા ગામ ની સીમ વાડી વિસ્તારના ઘરમાં ગોગા મહારાજ અને માતાજી નો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષ થી દોરા- ધાગા અસાધ્ય…

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે હડતા ગામ ની સીમ વાડી વિસ્તારના ઘરમાં ગોગા મહારાજ અને માતાજી નો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષ થી દોરા- ધાગા અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર નરેશ બળવંતભાઈ રાણા ભુવાની ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીને ધાનેરા પોલીસ સ્ટેશનની મદદથી 1289 મો સફળ પર્દાફાશ કર્યો હતો. કેન્સરના દર્દીને દવા બંધ કરવાનું કહેતા છેલ્લા સ્ટેજ પહોંચતા જાથાને માહિતી આપતા ભુવા નો પર્દાફાશ કર્યો હતો.

ભુવા એ લેખિતમાં કબુલાત આપી માંફી માગતા મામલો થાળે પડ્યો હતો.
બનાવની વિગત પ્રમાણે ધાનેરાના પીડિત નરેશ પુંજાભાઈ ચૌધરીને કેન્સર નો રિપોર્ટ આવતા પ્રથમ સ્ટેજે હોવાનું ફ્લીત થયું હતું. અમદાવાદ સહિતના નામાંકીત ડોક્ટરોએ ઓપરેશનની સલાહ આપી હતી.દર્દીને કેમો થેરાપી આપવાનું શરૂૂ કર્યું. નરેશ ભુવાએ અસાધ્ય રોગ મટાડે છે ઉડતા પંખી પાડે છે. તે તાંત્રિક વિધિ જાણે છે. એકવાર ભુવા પાસે ઉપચાર ની સલાહ આપતા દર્દીને ભુવા પાસે લઈ ગયા. નરેશ ભુવા એ પાટ ઉપર દાણા જોઇ ટેક રાખવાની સાથે કેન્સર ની દવા બંધ કરવા જણાવ્યું. દર્દીને વિશ્વાસ ઉભો થઈ જતા દવા બંધ કરી દીધી હતી.

દર્દી પરિવારે ને પુનમ,બીજ, આઠમ, ભરવાનું શરૂૂ કરી દીધું હતું. કેન્સર ની બીમારીમાં ત્રણ મહિના મોડું કરતા દર્દ માં વધારો થયો હતો. ડોક્ટર પાસે થેરાપી બંધ કરવાથી અને દવા ન લેવાથી કારણે હવે ઓપરેશન થઈ શકે તેમ નથી. તેવી સલાહ ડોક્ટરે આપી હતી.ભુવાની સલાહ માનવાથી દર્દીને અસહ્ય પીડા સહન કરવી પડી હતી.અત્યારે મેડિકલ સારવારથી મોતની સામે લડત આપે છે. જાથાના કાર્યાલય સમગ્ર હકીકત આપી હતી તેમાં નરેશ ભુવા શુક્લપક્ષની પૂનમ ,બીજ, આઠમ ,તેરસના દિવસે પાટ નાખી જોવાનું, બીમાર લોકોને દોરા આપવાનું ,સંતાન આપવાનું , સ્મશાનમાં વિધિ વિધાન ગમે તેવો રોગ મટાડવાનો દાવો કરે છે.પધરામણી માં એક લાખ આપવાની ફી વસુલે છે. તેવી માહિતી આપવામાં આવી હતી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા ભુવાની હકીકતની ખરાઈ કરવા નક્કી કરતા રાજકોટ થી બે મહિલા કાર્યાલય ને મોકલતા સમગ્ર હકીકત સાચી જણાવી હતી. તેથી ભુવા નો પર્દાફાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું.જાથાના ચેરમેન જયંત પંડ્યાએ રાજ્યના મુખ્યમંત્રી સહિત બનાસકાંઠા આઈ. જી. પી., જિલ્લા પોલીસ વડાને પત્ર મોકલી પર્દાફાશ માટે ધાનેરા પોલીસ સ્ટેશનની મદદની માંગણી કરતો પત્ર પાઠવ્યો.

જિલ્લા પોલીસ વડાએ ધાનેરા પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ એસ.ડી.ચૌધરીને જરૂૂરી સુચના માહિતી દીધી. નરેશ ભુવાના પર્દાફાશ માટે રાજકોટ થી જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા ના વડપણ હેઠળ રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રમેશ પરમાર, જીલ પરમાર, ભક્તિબેન રાજગોર ,ભાનુબેન શેઠીયા સહિત સ્થાનિક કાર્યકરો પોલીસ સ્ટેશનને પહોંચી ગયા. ધાનેરા પોલીસ સ્ટેશનમાં થી રમેશભાઈ, એ. એસ. આઇ આરતીબેન ચૌધરી, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી, સહિત પોલીસ કાફલો ભુવા નરેશભાઈ બળવંતના માતાજીના મઢે પહોંચી ગયો,ગમે તે કારણોસર ભુવા ને ખબર પડી જતા ભુવો રફુચક્કર થઈ ગયો હતો.પોલીસે કડક ભાષામાં વાત કરતા ભુવો હાજર થઈ ગયો હતો. જાથા સમક્ષ ભુવો સતત માફી માંગતો હતો.પોતે કેન્સરના દર્દી ને દવા આપવાનું બંધ કર્યું હતું. એ સ્વીકાર્યું હતું.પોતાની ભૂલ કબૂલી લીધે માફી માંગવા લાગ્યો હતો. નવા કાયદા મુજબ ભ્રમ ફેલાવવો કાયદા માં પ્રતિબંધ છે. તેની સમજ આપી હતી. ભુવા ના સમર્થકો પોલીસ સ્ટેશનમાં આવી ગયા હતા. વિજ્ઞાન જાથા એ 1289 મો સફળ પર્દાફાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *