રાજકોટ મહાનગર, જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકર્તા આગેવાનો રહ્યા ઉપસ્થિત
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારીયાદીમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતાં આગામી તા. 15/10/2025ને બુધવારના રોજ રાજકોટ શહેરના પ્રવાસે આવતાં હોય રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલયના ઓડીટોરીયમમાં રાજકોટ મહાનગર, રાજકોટ જીલ્લા અને મોરબી જીલ્લાના ભાજપ નેતાઓ, હોદ્દેદારો, આગેવાનોની એક અભિવાદન સમારોહ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હીરપરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પુર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દંડક નેતા મનીષભાઈ રાડીયા, સહિત રાજકોટ શહેર ભાજપના શહેર હોદ્દેદારો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની રાજકોટ મુલાકાત સમય, સ્થળની જવાબદારીઓ રાજકોટ મહાનગર, રાજકોટ જીલ્લા અને મોરબી જીલ્લાના ભાજપ નેતાઓ, હોદ્દેદારો, આગેવાનોને સોંપવામાં આવેલ હતી.
