ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોર તાલુકામાં આવેલ આંબલા થી અમરગઠ વચ્ચે એક પાઈપ ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હતો, એક વાછરડાંને ઈજા પહોંચી હતી, જોકે સદનસીબે ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી, ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર- રાજકોટ હાઇવે પર આમલા થી અમરગઢ વચ્ચે રોડ પર એક પાઇપ ભરેલો ટ્રક નંબર ૠઉં 24 ટ 2194 ભાવનગર આવી રહ્યો હતો, તે વેળાએ અચાનક પલટી મારી ગયો હતો, અંજારથી આ ટ્રક પાઇપ ભરી અને ભાવનગર આવી રહ્યો હતો, તે સમયે આ ઘટના સર્જાઇ હતી. ટ્રક પલટી મારી જવાના કારણે રોડ પર લોખંડની પાઇપો વેરયા હતા, ટ્રકનો રોડ પર પટકાતા ટ્રકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો, જોકે સદનસીબે આસપાસ કોઈ વાહન આવી રહ્યા ન હતા જેના કારણે કોઈ મોટી જાનાની થવા પામી ન હતી અને ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને ટ્રકમાંથી કૂદકો મારી જતા તેને પણ સામાન્ય ઈજા થઈ હતી.
જેમાં પાઇપો ના કારણે એક વાછરડાંને ઈજા પહોંચી હતી, ભાવનગર-રાજકોટ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો જોકે આ અકસ્માતમાં કોઈ જાન હાનિ થઈ હતી.