ગોંડલની ઘટના; પરિણીત ફઈના પ્રેમમાં પાગલ બનેલા ભત્રીજાના ત્રાસથી પગલુ ભર્યાનો આરોપ
ગોંડલમાં રહેતા કિન્નરની માતા અને તેના ભત્રીજા વચ્ચે એકાદ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો માતાએ પ્રેમ સંબંધ તોડી નાખતા મામાના દીકરાએ ‘તારી માતાને કે મારી સાથે સંબંધ રાખે’ તેમ કહી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે કિન્નરે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર કિન્નરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગોંડલમાં આવેલા કોળીવાસમાં રહેતાં તૃષ્ટિ ભાવેશભાઈ મારૂ (ઉ.19) રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનારને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં ગોંડલ પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.પ્રાથમિક પુછપરછમાં તૃષ્ટિ મારૂ કિન્નર છે અને તેની માતા મિનુબેનને તેના ભત્રીજા અજય ઝાલા સાથે ચાર વર્ષથી સંબંધ છે. ફઈ ભત્રીજા વચ્ચેનો પ્રેમ સંબંધનો છેલ્લા એક વર્ષથી અંત આવ્યો છે. તેમ છતાં ફઈના પ્રેમમાં પાગલ બનેલા ભત્રીજાએ પિતરાઈ તૃષ્ટિ મારૂને ‘તારી માતાને કે મારી સાથે સંબંધ રાખે’ તેમ કહી ધમકી આપી હોવાના આક્ષેપ સાથે તૃષ્ટિ મારૂએ એસિડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
