ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયો

ફાયર બિગ્રેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આકરા તાપમાન વચ્ચે શહેર માં ટ્રાન્ફોર્મર સળગવાનાં બનાવો છાસવારે બની રહ્યા છે. જેમાં એકનો…

ફાયર બિગ્રેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

આકરા તાપમાન વચ્ચે શહેર માં ટ્રાન્ફોર્મર સળગવાનાં બનાવો છાસવારે બની રહ્યા છે. જેમાં એકનો વઘારો થયો હોય તેમ ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં શેરી નંબર 16 માં આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભડકી ઉઠતા વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ બનાવને કારણે ભોજરાજપરા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. બનાવ ની જાણ થતા આ વિસ્તાર નાં નગરપાલિકા સદસ્ય નાં પ્રતિનિધિ હિરેનભાઈ વઘાસીયા દોડી જઇ વિજતંત્ર ને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *