3.70 લાખના સોનાના ચેઇન ઘરે બતાવવા લઇ જવાનું કહી ભાગી ગયેલો ઠગ ઝડપાયો

પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી ભક્તિનગર પોલીસને સોંપ્યો રાજકોટ શહેરનાં ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા ફરીયાદી પાસેથી રર કેરેટનાં બે સોનાનાં ચેઇન રૂ. 3.70…

પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી ભક્તિનગર પોલીસને સોંપ્યો

રાજકોટ શહેરનાં ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા ફરીયાદી પાસેથી રર કેરેટનાં બે સોનાનાં ચેઇન રૂ. 3.70 લાખનાં ઘરે જોવા લઇ ગયા બાદ પરત નહી આપી વિશ્ર્વાસઘાત કરતા ભકિતનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી હતી આ ઘટના અંગે પોલીસે આરોપીની શોધખોળ કરી હતી . પરંતુ આરોપી સુધી ભકિતનગર પોલીસ પહોંચી શકી નહોતી. અને આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લઇ ભકિતનગર પોલીસને સોપી આપવાની કાર્યવાહી કરી હતી.

પેરોલ ફર્લો સ્કવોર્ડનાં પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ રાજદીપસિંહ ગોહીલ , નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ઠાકુર, જયેશભાઇ ચોસલા અને સ્ટાફે પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપી તેમજ પોલીસ સ્ટેશન હેઠળનાં ગુનામા ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી ચાલુ કરી હતી આ દરમ્યાન ભકિતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ફરીયાદી પાસેથી રર કેરેટનાં સોનાનાં બે ચેઇન જેનુ કુલ વજન 46.230 ગ્રામ હતુ . જેની કુલ કિંમત 3.70 લાખ ગણી શકાય જે આરોપી કિશન કીશોરભાઇ રામાણી (રહે. માધવ પાર્ક શેરી નં 1 ખોડલકૃપા પાણીનાં ટાકા પાસે ) ઘરે બતાવવા લઇ ગયા બાદ પરત નહી આપી છેતરપીંડી કરતા ભકિતનગર પોલીસ મથકમા વિશ્ર્વાસઘાત અંગેની ફરીયાદ નોંધાવી હતી . આરોપીની પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી ભકિતનગર પોલીસને સોપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *