રામનાથ-પંચનાથ-જાગનાથ- ધારેશ્ર્વર સહિતના મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ
મહાશિવરાત્રીના પાવન અવસરની દિવ્ય ઉજવણી થઈ રહી છે. ચોતરફ હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. પૌરાણિક રામનાથ મંદિરને નયનરમ્ય લાઈટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અનેક લોકો માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન રામનાથ મંદિરે ગત રાત્રીથી જ ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. જે આજે મધરાત સુધી અવિરત ચાલુ રહેશે. શહેરના પૌરાણિક શિવ મંદિરો પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ધારેશ્ર્વર સહિતના શિવમંદિરોએ પણ વહેલી સવારથી ભાવિકો ઊમટી રહ્યા છે. ભાંગ અને ફરાળ પ્રસાદનું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ભોળાનાથની વિવિધ પહોરની આરતીમાં શ્રધ્ધાભેર લોકો જોડાય રહ્યા છે.